

,, જગતમાં સંત , શૂરા ને દાતાર હંમેશા અમર મનાય છે!.કવિઓ તેનાં ગુણગાન ગાતા થાકતા નથી.કોઈ કવિ એ કહ્યું છે.
,,જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર..!.,,
આવા દાતાર, પૂણ્યશાળી રાજા માનદાતાર દરરોજ એક હજાર બ્રાહ્મણો જમાડી પછી જમવાનો નિયમ હતો !. કાળ ની ગતિ ન્યારી છે, દાનેશ્વરી માનદાતાર મરણ પામ્યા, મૃત્યુ દરેક ને નિશ્ચિત છે..
,,દાનવ ,માનવ, દેવ ને, શૂરા , ભક્તા સોત
વહેલું કે મોડું મોત , સૌની માથે શંકરા !,,
માનદાતાર ના મરણમાં થીં પ્રજા માં શોકની લાગણી પ્રસરી ગઇ,તેના મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો.
ભોમદેવ અને તેના પત્ની સમાચાર મળતાં સ્મશાનમાં આવી પહોંચ્યા, માનદાતારે ભોમ દેવ ની જે સેવા કરી હતી તે યાદ કરી અતિ વિહવળ થયાં, રાજા ની સળગતી ચેહ પાસે જઈને રૂદન કરવા લાગ્યા.હવે જીવવું નિરર્થક તેમ જણાતા ધરતી મૈયા ને પ્રાર્થના કરી, ,,હે ધરતી માતા, મને જગ્યા આપો,, ભોમદેવે આટલું કહ્યું ત્યાં તો ધરતી માં જગ્યા થય ગયી ! ભોમદેવ ને ધરતી માતા એ પોતાના માં સમાવી લીધાં!
જે સ્મશાનમાં માનદાતારની અંતિમ ક્રિયા થય, ત્યાં જ પિપળા રૂપે ઉગી નિકળ્યા !
,,માનદાતાર ના મરણમાં, રાવળે તજીયો દેહ,
તેનો ઉગ્યો પિપળો , અઢારેય વરણ પૂજે એહ !.,,
માનદાતાર ભગવાન વિષ્ણુ ના અવતાર હતા, રાવળ દેવ ને તેણે વચન આપ્યું , ,,તે મારા માટે ,તારો પ્રાણ આપ્યો, અને પિપળા રૂપે છાંયો બની ઉભો રહ્યો, માટે જગતમાં તારૂં ઝાડ સદાય પવિત્ર ગણાશે ! તારા મૂળ માં બ્રહ્મા, થડ અને છાલમાં વિષ્ણુ ,ડાળ અને પાંખડીઓ માં ભગવાન શિવજી નો વાસ રહેશે. પાંદડે પાંદડે તેત્રીસ કરોડ દેવતા નો વાસ રહેશે.તારા મૂળ માં કોઈ પાણી રેડશે તો એક યજ્ઞ નું ફળ મળશે !તારું કોઈ પાંદડું તોડશે તેને દોષ લાગશે, વળી કુહાડી થકી કોઈ ટચકો કરશે..તો તેત્રીસ કરોડ દેવતા દુભવ્યા જેટલો દોષ લાગશે,ત્યાર થી પિપળો જગત માં પૂજાય છે..!!
શિવકથા ભૌમનીતિ આધારિત.
ભગવત ગીતાના ઉચ્ચારણ સમયે ભગવાને સ્વયંનો વાસ પીપળામાં હોવાની વાત જણાવી હતી. તમામ વૃક્ષોમાં એકમાત્ર પીપળાને દેવવૃક્ષ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે પીપળાની પૂજા કરે છે તેના પર દરેક દેવી-દેવતા પ્રસન્ન રહે છે. પીપળામાં રોજ જળ ચડાવવાથી પણ કુંડળીના અનેક અશુભ મનાતા યોગનો પ્રભાવ દૂર થઈ જાય છે. આ ઉપરાંત પીપળાના કેટલાક ઉપાયો એવા પણ છે જે ચમત્કારી ફળ પ્રદાન કરે છે. કયા કયા છે આ ઉપાય આજે તમે પણ જાણી લો.
1. શનિની સાડાસતી અથવા ઢૈયા ચાલતી હોય તો પીપળાની પૂજા કરવી જોઈએ. તેનાથી શનિનો દૂષ્પ્રભાવ દૂર થઈ જાય છે. નિયમિત રીતે પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે તો કાલસર્પ દોષમાંથી પણ મુક્ત થઈ શકાય છે.
2. શાસ્ત્રોમાં દર્શાવાયું છે કે જે વ્યક્તિ પોતાના ઘરમાં પીપળાનું વૃક્ષ વાવે છે તેના જીવનમાં કોઈપણ પ્રકારના દુ:ખ આવતાં નથી.
3. પીપળાનું ઝાડ જો કુદરતી રીતે જ તમારા ઘરની આસપાસ ઉગે તો તેને નિયમિત રીતે પાણી ચડાવવું. આ એક શુભ શુકન છે, આ વૃક્ષ જેમ જેમ મોટુ થાય છે તેમ તેમ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ વધતી જશે.
4. જો કોઈ પીપળા નીચે શિવલિંગ હોય તો તેની નીચે રોજ દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. તેનાથી ગ્રહદોષ દૂર થઈ જશે.
5. સવારે રોજ પીપળાને પાણી ચડાવી અને તેની સાત પ્રદક્ષિણા કરવી અને સાંજના સમયે ત્યાં દીવો કરવો. આ ઉપાય શનિદોષને દૂર કરવા માટે રામબાણ છે. ઉપરાંત પીપળા નીચે બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ ચમત્કારી ફળ મળે છે.
6. પિતૃ શાંતિ માટે અમાસ પહેલા આવતી ચૌદશ પર પીપળાના ઝાડમાં દૂધ ચડાવવું.