top of page

SK યુવા સંગઠન સંચાલિત અને સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી યુવા સંગઠન આયોજિત
ફ્રી કોચિંગ ક્લાસ માં નિઃશુલ્ક પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો
તા.14/10/2018 ને રવિવાર
સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર છેલ્લા એક માસથી સાબરકાંઠા જિલ્લાના રાવળ યોગી ઉત્તેજક મંડળ સંલગ્ન SK યુવા સંગઠન દ્વારા સમાજના યુવાનો અને યુવતીઓ માટે સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે. એ માટે વિધ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉપિયોગી World Inbox ના પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. જેમાં સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ ના હોદ્દેદારો માં.. પ્રમુખ શ્રી રમણભાઈ (ખેરોજ),ઉપ પ્રમુખશ્રી કનુભાઈ (વિરાવાડા), મહામંત્રી શ્રી ગુણવંત ભાઈ (લવારી),મંત્રી શ્રી રાજુભાઇ (તલોદ),શિક્ષણ સમિતિના ના ચેરમેન શ્રી રામભાઇ (હડિયોલ), શિક્ષણ સમિતિ મંત્રી શ્રી વિષ્ણુભાઈ (તાજપુરી), કારોબારી સદસ્ય શ્રી જગદીશભાઈ-SK યુવા સંગઠન મીડિયા કન્વીનર (ઇલોલ), જગદીશભાઇ (R.J.Computer ક્લાસીસ) મંડળના પૂર્વ મહામંત્રી શ્રી બાબુભાઇ આકોદરા,ઇડર તાલુકા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ચતુરભાઈ (વડોલ), ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ શ્રી ખેમાભાઇ (ખેરોજ),ન્યાય સમિતી પ્રમુખશ્રી ભીખાભાઇ (કાંકરોલ),C.R.C શ્રી વિષ્ણુભાઈ (અકોદરા),પ્રાંતિજ તાલુકા પ્રમુખ શ્રી ચંદુભાઈ(સાંપડ), પ્રાંતિજ તાલુકા મહા મંત્રી શ્રી રામભાઇ (વાઘપુર), વગેરે સમાજના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સમાજના યુવાનોને પરીક્ષા લક્ષી તૈયારી માટે પ્રોત્સાહિત કર્યા હતા.
(આ પુસ્તક વિતરણ માં ૫૦% જેટલું દાન સ્વ. ભગતશ્રી રણછોડભાઈ નાથા ભાઈ ના સુપત્ર શ્રી પ્રવીણભાઈ રણછોડભાઈ (તાજપુરી) તરફથી આપેલ અને સમાજના અન્ય દાતાઓએ પણ પુસ્તક માટે નાનુ મોટું દાન આપેલ છે.)










bottom of page