SK યુવા સંગઠનના નિયમો ,ઉદ્દેશ્યો અને કાર્યો
સંગઠનના નિયમો
કોઈ પણ કાર્ય નિયમાધીન કરવામાં આવે તો એમાં સફળતા જરૂરથી મળે છે. આપણાં સંગઠનના નિયમ એ કોઈ વ્યક્તિગત નિયમ કે કાયમી નિયમ નથી એમાં અમુક નિયમમાં સાર્વજનિક અભિપ્રાય સહ ફેરફાર ને આધીન રહેશે....
કાયમી નિયમ :-
-
આ સંગઠનના હોદ્દેદારોની નિમણૂક રાવળ યોગી ઉત્તેજક મંડળ ના હોદ્દેદારોને અભિપ્રાય મુજબ રહેશે.
-
સંગઠનમાં જોડાનાર યુવાન સાબરકાંઠા જિલ્લાના કોઈ પણ તાલુકા નો જન્મ જાત કે કાયમી વતની હોવો જોઈએ.S.K
-
ઉંમર 18 થી 50 વર્ષ મુજબની નિર્વ્યસની વ્યક્તિ. અથવા વ્યસન છોડવાની શર્ત સાથે સભ્ય બનશે.
-
માનસિક વિચાર શક્તિ અને શાળીરિક કામ કરવાની ક્ષમતા મુજબ ઉંમર 58 વર્ષ સુધી
-
જાહેર મિટિંગો ની ચર્ચા વખતે શિસ્ત પાલન અને સંસ્કારી ભાષામાં જ કોઈ પણ ના ગમતી બાબતનો વિરોધ કે વિવાદ કરી શકાશે.
-
સંગઠનની રચનામાં કે એકતા માં ગામ/ મહોલ્લાના આંતરિક વિખવાદ કે કૌટુંબિક વિવાદો ભૂલી
સબકા સાથ સબકા વિકાસ ની પરોપકાર ભાવનાથી કામ કરવાનું રહેશે.
7. સંગઠન માં વસુવધૈવ કુટુંબકમ ની ભાવનાથી ભાઈ ચારા થી વર્તવાનું રહેશે.
8. આ સંગઠનમાં જોડાયેલ દરેક વ્યક્તિએ આ જિલ્લા બહારના સંગઠનોનો પ્રચાર બંધ કરવો પડશે.
9. સંગઠનના સભ્યોએ સમય આવે સમાજની દરેક સેવાકીય પ્રવૃતિઓ માં સહભાગી થવાની તૈયારી રાખવી પડશે.
સંગઠનના મુખ્ય ઉદ્દેશ્યો :-
-
સમાજ માં ફેલાયેલી સામાજિક અને કૌટુંબિક અદેખાઈ અને જુદાપણાની ભાવના ને દૂર કરવી
-
સમાજમાં પાયાની કૌટુંબિક અને ગામના મહોલ્લાની એકતા સ્થાપવા માટે સમજાવટ કરવી.
-
કૌટુંબિક અને મહોલ્લાની એકતા માટે દરેક ગામમાં ઓછામાં ઓછા 10 યુવાનોનું સંગઠન બનાવી
દરરોજ મહોલ્લાની જાહેર જગ્યાએ વડીલોને સાથે રાખી રચનાત્મક વિચારોની આપલે કરવી.
4.દરેક મહોલ્લામાં શૈક્ષણિક વિકાસ મંડળ અને આર્થિક બચત મંડળ બનાવી શિક્ષણ અને બચત માટે કામ કરવું.
5.રક્તદાન કેમ્પ કરવા અને રક્તદાન વિષે સાચી સમજણ આપવી.
6. તાલુકા લેવલનું એક સંગઠન બનાવી શૈક્ષણિક પ્રોત્સાહક પ્રોગ્રામ કરવા.
સંગઠનના દ્વારા કરવાના કાર્યો :-
-
જિલ્લાના દરેક તાલુકાઓમાં ગામની રાવળ સમાજની વસ્તી દીઠ ૧૦૦ એ ૧૦ માણસોનું એક જુથ બનાવી તાલુકા લેવલની ઓછામાં ઓછી ૧૦૦૦ની વસ્તી મુજબ ૧૦૦ માણસોનું સંગઠન બનાવવાનો ધ્યેય રાખી કામ કરવાનું રહેશે
-
દરેક તાલુકા લેવલે જેતે તાલુકાનાં સંગઠન કન્વીનર દ્વારા મહિનામાં એક વાર સામાજિક કાર્ય શાળા મિટિંગનું આયોજન કરવાનું રહેશે. એજ રીતે જીલ્લામાં મહિનામાં બે વાર તાલુકા દીઠ આયોજ કરવું
-
તાલુકા લેવલની મિટિંગના આયોજન માટે વડીલોને હમેશાં સાથે રાખી જેતે તાલુકામાં કોઈપણ એક ગામના આગેવાનોએ કે યુવાનોએ યજમાન પદ લઈ ચા-પાણી ની વ્યવસ્થા સાથે મિટિંગનું આયોજન કરવાનું રહેશે. મીટીંગનો ખર્ચ સામુહિક ભોગવવાનો રહેશે.
-
દરેક તાલુકામાં શિક્ષિત યુવાનોએ ધોરણ 10-12 પરીક્ષા બાદ શૈક્ષણિક સેમિનાર અને માર્ગ દર્શક શિબિરનું આયોજન કરવાનું ફરજિયાત રહેશે.
-
સમાજમાં ચાલતા કુરિવાજો ને રચનાત્મક અભિગમ સાથે એ કુરિવાજોને સમાજમાં કેવી રીતે માનવ ઉપિયોગી બનાવી શકાય એ માટે ‘’ સામાજિક નવ નિર્માણ કાર્યશાળા ’’ ના ખાસ અને લેખિત અમલી કરણ સાથેના આયોજન કરવાના રહેશે.
-
રાવળ યોગી સમાજના ગામોમાં સ્મશાનની ભૂમિ છે. પરંતુ ગણા ગામોમાં એ ભૂમીપર કાયદેસરના હક સરકાર કે પંચાયતો દ્વારા આપણને મળેલ નથી તો એ માટે સરકારમાં લેખિત રજૂઆતો કરવાની રહેશે.
-
રાવળ સમાજની વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગણતરી થયેલ છે અને સરકારે એ માટે મફત પ્લોટ ફાળવણી નો ઠરાવ પણ કરેલ છે. એ માટે ઘર-વિહોણા લોકોને પ્લોટ માટે સરકારમાં રજૂઆત કરવા મદદ કરવી.
-
સરકારની આરોગ્ય વિષયક યોજનાઓથી સમાજના લોકોને વાકેફ કરવા.
-
સરકારની ધંધાકીય સહાય યોજનાઓથી સમાજના દરેક લોકોને વાકેફ કરવા.
-
સરકારની ૦ થી ૧૬ ના બીપીએલ લાભાર્થી સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપરના) માટે પ્રધાન મંત્રી વય વંદના યોજના ચાલે છે. એની ખાસ સમજણ સમાજમાં આપવી.
-
શિક્ષિત બે રોજગાર યુવાનો માટે રોજગાર લક્ષી યોજનાઓ ની જાણકારી ઉપલભ્દ કરાવી એ યોજનાઓ લાભ કેવી રીતે મેળવવા એ માટે ની ચર્ચા અને અમલીકરણ માટે ખાસ આયોજનો કરવા
-
સરકારી જરૂરી ડૉક્યુમેન્ટ જેવાકે આધાર કાર્ડ,રેશન કાર્ડ, આવકનો દાખલો, ક્રિમેલિયર સર્ટિ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે ની જાણકારી અને ઉપિયોગથી વાકેફ કરવાં.