top of page
​હિંમતનગર તાલુકા ૪૨ ગોળ
રાવળ યોગી સમાજના  ના રીત રિવાજ 

સગાઈ પ્રસંગના રિવાજ 

છોકરા પક્ષ વાળાએ સામે પક્ષ (છોકરી) વાળા ને સગાઈ વખતે નીચે મુજની વસ્તુ કે સામગ્રી આપવી પડે

  1. ચુંદડી સહિત એક જોડી કપડાં 

  2. સુહાગણનો શણગાર આપવો હોય તે 

  3. ૧૦૧ રૂપિયા સાથે નારિયેળ,કાચલી+સાકળ 

  4. દાગીના ઈચ્છા મુજબ (રિંગ સેરેમની)

  5. ચુંદડી ઓઢાડનાર પક્ષ ના સગા ઇચ્છા મુજબ કન્યાને પૈસા આપે એ યોગ્ય છે.

  6. છોકરીના માં બાપની ઈચ્છા મુજબના તેડાવે એટલા જ માણસો છોકરા પક્ષ વાળાએ લઈ જવાના રહેશે અને એમેન જમાડવાના રહેશે        

સગાઈ પ્રસંગના રિવાજ 

છોકરી પક્ષ વાળાએ સામે પક્ષ (છોકરા) વાળા ને સગાઈ વખતે નીચે મુજની વસ્તુ કે સામગ્રી આપવી પડે

  1. પાગડી સહિત એક જોડી કપડાં 

  2. ૧૦૧ રૂપિયા સાથે નારિયેળ,કાચલી+સાકળ તથા મીંઠાઇ 

  3. (રિંગ સેરેમની રાખી હોય તો એમની ઈચ્છા મુજબ)

  4. પાગડી બંધવનાર પક્ષ ના સગા ઇચ્છા મુજબ છોકરાને  પૈસા આપે એ યોગ્ય છે.

  5. છોકરાના માં બાપની ઈચ્છા મુજબના તેડાવે એટલા જ માણસો છોકરી પક્ષ વાળાએ લઈ જવાના રહેશે.  અને એમને જમાડવાના રહેશે       

 

છોકરી પક્ષ વાળાએ સામે પક્ષ (છોકરા) વાળા ને લગ્ન વખતે નીચે મુજની વસ્તુ કે સામગ્રી આપવી પડે

  1. સર્વ પ્રથમ સારા બ્રાહ્મણ સારું મુહૂર્ત જોવડાવી ગ્રહદોષ વિધિ કરાવી લગ્ન લખાવી લેવું 

  2. વર પક્ષ તથા કન્યા પક્ષ બન્ને એક બીજાની સહમતી થી મુહૂર્ત જોવડાવે તે યોગ્ય છે. 

  3. ત્યાર બાદ આપણાં રાવળ યોગી સમાજમાં ના રીત રિવાજ મુજબ પાંચ જણ એ બ્રાહ્મણ પાસે લખાવેલ લગ્નનું પડીકું લઈ...તેની સાથે કન્યાના બંગડી અને ચપ્પલ નું માપ પણ સાથે લઈ સામે કન્યા પક્ષ ના ગામ માં જશે. ત્યાં લગ્નનું પડીકું મહોલ્લામાં ના લઈ જતાં તે પડીકું ગામના ઝાંપે આવેલા રાવળ યોગી ની રખેવાળી માતા જોગણી માતા ના મઢમાં મૂકશે . 

  4. ત્યાર બાદ ગામના મહોલ્લા માં પાંચ લાગણીયા નો ઉતારો અપાશે ... સમાજના બધાજ માણસો ભેગા મળી સાથે સમાજની વહુવારુઓ પાસે  ગાજતે થાળી માં કંકુ ચોખા અને અબીલ ગુલાલ સહિત દીપ પ્રગટાવી,લગ્ન ગીતો ગાતા ગાતા  એ લગ્નનું ગામના જાંપે પાંચ લગનિયાઓ નું સન્માન કરી એનમે કપાળે ચાંદલા કરી ... લગ્નુ નું પડીકું કંકુ છાંટણા કરી ને એની વધામણી કરશે 

  5. બાદમાં સમાજના રીત રિવાજ મુજબ એક તાંસણીમાં લવેલ ચોખ્ખું ઘી અને ગોળ એ પાંચ જણા ને ખવડાવશે . 

  6. ​લગ્નુ વધામણું થયા બાદ મહોલ્લા ના વડીલો અને યુવાનો સૌ ભેગામળી એક પાથરણે ભેગા બેસી સૌની વચ્ચે એ લગ્નનું પડીકું કોઈ પણ ભણેલી વ્યક્તિ પાસે વાંચી સંભળાવશે. 

  7. બાદમાં લગ્નમાં લખાયેલ મુહૂર્ત મુજબ જેતે સમયે બ્રાહ્મણ ની હાજરીમાં ગણેશ સ્થાપન કરાશે, બાદમાં પાંચ જણ ની સાક્ષીએ કન્યા અને વાર પક્ષ બન્ને ના માં બાપ એમના ગામમાં માં બાધા રાખશે ને એ બાધા. રાખ્યા બાદ .... પ્રજાપતિએ ગેરથી કુળદેવીનો ગોત્રીજો પોતાના ગામમાં જશે ( કન્યા પક્ષ વારા અને વાર પક્ષવાળા બન્ને આ વિધિ કરશે )

  8. સમાજના રીત રિવાજ મુજબ વરપક્ષ વાળા પોતાના ગામમાં વરઘોડોની પ્રથા કરી વરરાજા ને દેવદર્શન માટે લઈ જશે. 

  9. એજ રીતે કન્યા પક્ષની પણ દેવદર્શન વિધિ કરાવશે 

  10. જમણવાર માટે વર પક્ષવાળા સામાજિક રિવાજ મુજબ પોતાની ઇચ્છાનુસાર આર્થિક પરિસ્થિતી અનુરૂપ વ્યવસ્થા કરી શકે છે. એજ રીતે કન્યા પક્ષ વાળા પણ પોતાની ઈચ્છા મુજબઆર્થિક પરિસ્થિતી અનુરૂપ વ્યવસ્થા કરી શકે છે. 

  11. વાર પક્ષ વાળા જ્યારે જાન લઈ જાય ત્યારે મહોલ્લા ના વડીલોની હાજરીમાં માં દહેજ ની પેટી ભરવા માટે (વરઘોડો અને જમણવાર ની પ્રથા પૂર્ણ કર્યા બાદ) એકઠા થઈ પેટીમાં આ નીચે મુજબની સામગ્રી મૂકવાની રહેશે  

  12. કન્યા માટે લાવેલ કપડાં તેમાં ...
    કન્યા પક્ષ તરફથી આવેલ લગ્નનું પડીકું, શ્રીફળ,બે નંગ કોપરાની કાચલી તથા સાકળ  સર્વ પ્રથમ પેટીમાં મૂકવું ......
    ત્યારબાદ ....
    (૧) ચણિયો,
    (૨)સાડી,
    (3) (
    ચુંદડી ઓઢાડવાની બાકી હોય તો એક વધારની સાડી તથા જાનના ઉતારો લેનાર માટે એક સાડી  )
    (૪) બ્લાઉજ પીસ સિવેલો અથવા સાદો,
    (૫) નાડું,
    (૬) પાકા તેલની બે શીશી,
    (૭) પીઠી
    (૮) માથે મૂકવાના બે  મોરિયા તથા બે નંગ લીલું  કાપડ એક દહેજ  માં મૂકવા 
    (૯) વરમાલા અને છેડાં બંધન માટે સફેદ કાપડ    
    (૧૦) બે ફૂલહાર
    (૧૧) સ્પ્રે 
    (૧૨) ખેસ
    (૧૩) કંકુ
    (૧૪)ચોખા
    (૧૫) ગુલાલ
    (૧૬) પિત્તરના થાળી,વાટકી,લોટો
    (૧૭) વધારાના પાંચ સડલા તથા પેન્ટ પીસ

     (૧૮) 500 ગ્રામ ખારેક ને 500 ગ્રામ સુકાં શિંગોડા સાથે   ૧૦૦   રૂપિયાની પરચુરણ સાથે રાખવી
             આટલી વસ્તુ ઑ યાદ કરી પેટીમાં સૌની હાજરીમાં મૂકવી..અને સવારેજ્યારે જાન લઈ      જવાનું  હોય એ સમય આ પેટી જાનમાં સાથે રાખવી  (તેમજ  વધારાની ૧ કિલો ખારેક ખોળા              માટે અલગ રાખવી)  
     (૧૯) સમાજના રીત રિવાજ મુજબ ૧૬ તોલાની કાંબિયો અથવા રમઝા 
              કાનની સોનાની બુટ્ટી , ચાંદીનું મંગલસૂત્ર
    (૨૦) કન્યા માટે ચૂડલો ચાંદી પૂરેલો (બલૈયા) 
    (૨૧) મીંઢળ બે નંગ (૨૨) કન્યા માટે લાવેલ ખાસ પગરખાં

  13.  (૧૯)વર માટેના 
     બે જોડી કપડાં અને ચપ્પલ ,હાથ રૂમાલ,બાથરૂમલ અને તેના સંપૂર્ણ જરૂરિયાત મુજબના કપડા

  14. જ્યારે  વર પક્ષ વાળા જાન લઈ કન્યા પક્ષવાળા ના ગામમાં જાય ત્યારે નીચે મૂજબ ની  વય વસ્થા અને રિવાજ મુજબ વ્યવસ્થા કરવાની રહે છે. 
    જાન ગામમાં આવે એ પહેલા એ ગામના રાવળ સમાજના આપણાં માણસોએ જાનના ઉતારાની વ્યવસ્થા કરવાની રહેશે,  ચા-પાણી ની વ્યવસ્થા ઉતારો લેનાર વ્યક્તિ દ્વારા કરવાની રહેશે  ...... ઉતારો લેનાર માટે એક સાડલો વાર પક્ષ તરફથી કન્યા પક્ષને આપવાનો રહેશે ....ત્યાર બાદ કન્યા પક્ષ વાળા એ વાર પક્ષ ની સામો કલાવો વિધિ (ગોળનું પાણી પાવાની વિધિ કરવાની રહેશે) ત્યાર બાદ 

  15. સમાજના વડીલોની હાજરીમાં દહેજ વધામણી કરવાની રહેશે દહેજ વધાવ્યા બાદ જાનૈયા માટે જમવાની વ્યવસ્થા કરવાની રહેશે ... વર તેમજ તેની માતા અને અનવર માટે તેના ઉતારે ભોજન વ્યવસ્થા કરવાની રહેશે.....

  16. ભોજન વિધિ બાદ વર અને કન્યાને પીઠી ચોર્યા બાદ સાસુમાએ વર પોંખણાં ની વિધિ પતાવ્યા બાદ વર કન્યા ની લગ્ન વિધિ કરવાની રહેશે 

  17. લગ્ન વિધિ બાદ કન્યાએ જાનના ઉતારે જઈ તેની ખોળા વિધિ પતાવ્યા બાદ ઈચ્છા મુજબની વર પક્ષ તરફથી ભેટ આપવાની રહેશે 

  18. ત્યાર બાદ પાટ ની વિધિ અને ઈચ્છા મુજબની પહેરામણી માટે ની રીત તેમજ માતાજીનાં ટકાની લેવડ-દેવડ ની વિધિ પૂરી કરવી ... 

  19. બાદ સારું મુહૂર્ત જોઈ દિવસ આથમે એ દરેક દેવોને સાક્ષીએ દેવનો આશીર્વાદ લઈ તેમજ સગાં સંબંધીઓ ના આશીર્વાદ લઈ એક શ્રીફળ વધેરી કન્યા વિદાય કરવી .

લગ્ન પ્રસંગના રિવાજ

સમાજના વડીલો તેમજ  યુવાનો ના સૂચનો આવકાર્ય છે .. 

સંપર્ક માટે ક્લિક કરો 

Copyright © Yogi Art

Developed And Designed By 

Jagdish M Raval, Brahmaninagar,Mahetapura

Contact   7990534470 / 9427695024  

  • whatsapp_PNG4
  • Facebook Social Icon
  • Twitter Social Icon
  • Google+ Social Icon
  • YouTube Social  Icon
bottom of page