
GRD/ ગૃહ રક્ષક દળ ભરતી વિષે માહિતી
ગૃહરક્ષક દળમાં સમાજના વિવિધ વર્ગના નાગરિકો ભરતી થઈ કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ દળને મદદરૂપ થાય છે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં વહીવટી તંત્રને મદદરૂપ થાય છે.
ગૃહરક્ષક દળમાં સેવા આપવા ઇચ્છા ધરાવતા સમાજના તમામ વર્ગના કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ અંગે નીચે દશાવેલી કાર્યપદ્ધતિથી અને લાયકાત ધરાવનારને હોમગાર્ડઝ સભ્ય તરીકે દાખલ કરવામાં આવે છે.
-
દળમાં ભરતી થવા ઇચ્છિત વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
-
ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી ન હોવો જોઈએ.
-
તેની ઉંમર ૧૮ વર્ષની હોય અને ૫૦ વર્ષની થઈ ન હોય.
-
કોઈપણ ભાષામાં તેણે ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરી હોય.
-
કમાન્ડન્ટ જનરલશ્રીના આદેશો અનુસાર તેની તબીબી તપાસ કરવામાં આવી હોય અને કમાન્ડન્ટના અભિપ્રાય મુજબ તે શારીરિક દ્રષ્ટીએ યોગ્ય હોય.
-
હોમગાર્ડઝના સભ્ય તરીકે નીમવા ઇચ્છિત વ્યક્તિએ નમૂનો "ક" માં અરજી કરવી જોઈએ.
-
જે વિસ્તારમાં ભરતી થવા ઇચ્છીત વ્યક્તિએ ૨૧ રીક્રુટ પરેડમાં તાલીમ સ્વખર્ચે તથા પોતાના જોખમે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે.
-
હોમગાર્ડઝના સભ્ય તરીકે પોતાની નિમણૂક થતાં પહેલા દરેક વ્યક્તિએ કમાન્ડન્ટ અથવા તેણે આ હેતુ માટે અધિકૃત કરેલા અધિકારીની સમક્ષ નમૂનો "ખ" પ્રમાણેના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવી જોઈશે.
હોમગાર્ડઝના સભ્ય તરીકે નિમાયેલી દરેક વ્યક્તિને નમૂના "ગ" પ્રમાણેનું નિમણૂક પ્રમાણપત્ર મળશે.
હોમગર્ડઝમા ભરતી થવા માટેની
પુરુષ તથા મહીલા સભ્યની શારિરીક લાયકાત
પુરુષ હોમગાર્ડઝ
ઉમેદવારની ઉંમર: ૧૮ થી ૫૦ વર્ષ હોવી જોઈએ.
ઉમેદવારની ઉંચાઇ: ૧૬૨ સેન્ટી મીટર હોવી જોઇએ.
છાતી : સામાન્ય ૭૯ સેન્ટી મીટર હોવી જોઈએ, ૦૫ સેન્ટી મીટર છાતી ફુલાવી શકતા હોવા જોઇએ
વજન: ૪૦ કિલો.
મહીલા હોમગાર્ડઝ
ઉમેદવારની ઉંમર: ૧૮ થી ૫૦ વર્ષ હોવી જોઈએ
ઉંચાઇ : ૧૫૦ સેન્ટી મીટર
વજન : ૪૦ કિલો
છાતી : ઓછામા ઓછી 1/1 ઇંચ ફુલાવેલી હોવી જોઇએ.
માહિતી સ્તોત્ર ગુજરાત સરકારશ્રીની ઓફીસિયલ વેબ સાઇટ