top of page
New01_SK_YUVA copy.png
INDIAN ARMY.jpg

 વિચારક  અને  કાર્યકર 

   Web Site Owner  and Logo  ડિઝાઇનર  SK યુવા સંગઠન  

Shiva linga.gif
New01_SK_YUVA copy.png

​   સમાજ જોગ મારા  વિચાર 

                            રાવળ યોગી સમાજના યુવા સંગઠનો, રજિસ્ટર્ડ મંડળો અને વિવિધ સમિતિઓ જોગ   મારા  અંગત વિચાર  સર્વે રાવળ યોગી સમાજના વડીલો, યુવા મિત્રોને, અને શિક્ષણ સાથે જોડાયેલા મિત્રોને  હ્રદય પૂર્વક   હર- ભોલે, જય માં જોગણી 

                                                                                            

તા. ૦૨/૦૯/૨૦૧૮  શીતળા સાતમને રવિવારના રોજ સાબરકાંઠા જિલ્લા,હિંમતનગર તાલુકાના વીરાવાડા મુકામે  પદ્મેશ્વર મહાદેવના સાનિધ્યમાં નિરાત આશ્રમ  ખાતે સમાજમાં શૈક્ષણિક અને સામાજિક વિકાસ હેતુ સાબરકાંઠા જીલ્લા ના એક માત્ર ૧૦ વર્ષ જૂના સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક (રજીસ્ટર્ડ)   મંડળ સંલગ્ન   SK યુવા  સંગઠન ની રચના થઈ અને જે પણ  સમાજના વડીલો અને  મિત્રોને સાથ સહકાર આપ્યો,તે બદલ આપ સૌનો આભાર,

             મિત્રો આપણે સૌએ જે સામાજિક એકતા અને શૈક્ષણિક  વિકાસની જે યાત્રા SK યુવા સંગઠન તરીકે શરૂ કરી છે. તે ખરેખર બિરદાવવા યોગ્ય છે. અને તેના અત્યાર સુધીના જે કામ કર્યા છે. તે સરાહનિય છે. જ્યારે કઈક સારું થવાનું હોય ત્યારે ભગવાન કોઈને કોઈ માણસ ને માધ્યમ બનાવે છે. અને નિમિત્ત કોઈને કોઈ માણસ ને બનાવતો જ હોય છે અને એ માધ્યમ અને નિમિત્ત  આપ સૌ SK યુવા સંગઠન ના કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યા છો.આપણે  સૌ મિત્રોએ સૌ પ્રથમ આપણાં તાલુકા અને જીલ્લા રાવળ યોગી  સમાજની સેવા કરવાનો પ્રણ લીધેલ છે. સાથે સાથે બને એટલી સમગ્ર ગુજરાતમ રાવળ યોગી સમાજની પણ સેવા કરવી.

                આજે સમગ્ર ગુજરાતના દરેક જીલ્લા અને તાલુકા લેવલે  વિવિધ મંડળો અને સંગઠનો ચાલી રહ્યા છે. અને વિવિધ પ્રવૃતિ કરી રહ્યા છે. એ સારી બાબત છે. અને દરેક જીલ્લા માં પોતાનું આગવું એક સંગઠન અને મંડળ હોય તો જ વહીવટ અને કામગીરીની પારદર્શિતા જળવાય,

       કોઈ એક XYZ  સંગઠન વાળા પોતાની અંગત અદાવતો ને કારણે  આખા ગુજરાત રાજ્યના રજીસ્ટર્ડ રાવળ યોગી ઉત્તેજક મંડળને અંધારામાં રાખી  સમગ્ર રાજ્ય લેવલનું સંગઠન બનાવી પોતાની જાતને પ્રમુખ તરીકે ઠોકી બેસાડે  એ પણ યોગ્ય નથી . આપણાં ગુજરાતનું જે રાજ્ય લેવાલનું મંડળ ચાલે છે તેનાજ કાર્યને આગળ ધપાવો તો શું વાંધો છે.  આપણાં સમાજમાં એવા પણ સંગઠનો છે. જેઓ પોતાના તાલુકા અને જીલ્લા માં કોઈ જ કામ ના કર્યું હોય અને આખા રાજયનું ભલું કરવા નિકર્યા હોય . અને આ કારણે જ હોદ્દાની લાલચ અને પદ પ્રતિષ્ઠા માટે મંડળો અને સંગઠનોનો રાફડો ફાટી નિકર્યો . અને એવા લોકો સમાજમાં વિઘટન ના કારણ રૂપ પણ બન્યા.

                  

        અને એજ કારણે અમે માત્ર અમારા જિલ્લા પૂરતું એક સંગઠન બનાવી અમારા કામની શરૂઆત કરી, જેનો ગણા વિઘ્ન સંતોષીઓએ વિરોધ પણ કર્યો,

      આજે સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી સમાજના  SK યુવા સંગઠનને બે વર્ષ આ પૂર્ણ આજે ત્રીજા વર્ષમાં પ્રવેશ થતાં મને આવેલ કેટલાંક મનોમંથન રૂપી વિચાર અહી રજૂ કરું છું તો આપના પ્રતિભાવો આપશો,સૂચનો, આવકાર્ય છે, અમારા સંગઠને શૈક્ષણિક ક્લાસીસ પણ ચલાવ્યા, કોરોનામાં જરૂરિયાત મંદોને મદદ પણ કરી, સમાજના વિધ્યાર્થીઓને ઈનામ પણ વિતરણના કાર્યક્રમો પણ કર્યા, કોરોના મહામારીમાં રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા કેમ્પના આયોજનો પણ કર્યા, બે વર્ષમાં ભાદરવી પુનમ અંબાજી મેળામાં પદ યાત્રીઓ માટે સેવા કેમ્પ તેમજ મેડિકલ કેમ્પના આયોજન પણ કર્યા પરંતુ આટલું બધુ કરવાં છતાં મને આપણાં સમાજના વિકાસમાં હજુ પણ કોઈક એવી બાબત જોવા મળે છે જેને કારણે આપણા  સમાજને એટલેકે આપણે સૌએ  હજુ એ બાબતે વિચાર કરવાની અને એ વિચારોને અમલમાં મૂકવાની જરૂર છે.         

       

કોઈપણ સમાજનો વિકાસ કરવો હોય ત્યારે આપણે એ સમાજના માણસોની ખામીઓ અને ઉણપો ન શોધતા, એ સમાજની જરૂરિયાત અને અભાવો ઉપર ધ્યાન આપીએ, કે કયા કારણ થી આપણો સમાજ પછાત છે........? એ આપણે સૌ સાથે રહી વિચારીએ અને કામ કરીએ......  

        મારા મત મુજબ આપણો સમાજ આર્થિક રીતે એટલો બધો પછાત નથી જેટલો,વૈચારિક દ્રસ્ટીએ એ પછાત છે. ગણી વાર મને આપણાજ સમાજના મોટા આગેવાનો ના મુખે આપણા જ સમાજ ના સમૂહ-લગ્ન, ધાર્મિક કે શૈક્ષણિક  મેળવડાઓ વખતે આપણા જ સમાજના માણસો માટે આ નિમ્ન કક્ષા ના શબ્દો સાંભળવા મળ્યા છે. અને એવું કહેતા સાંભળ્યા છે. આપણો સમાજ કશુજ કરી નઇ શકે આ લોકો ગમારના ગમાર રહેશે,,  ત્યારે મને એક સમાજના નાના માણસ તરીકે  આપણા આ વડીલો પર દયા પણ આવે છે. અને ગુસ્સો પણ.......અને માટે જરૂરી છે આત્મિક અને અધ્યાત્મિક  ઉન્નતિ તેમજ  વિચાર શુદ્ધિ

  • હકારાત્મ વૈચારિક ક્રાંતિ, શુદ્ધતા યજ્ઞ, સમાજના કાર્યકરો અને આગેવાનોમાં વિશ્વાસ નું સ્થાપન

       વિશ્વની કોઈ પણ... ક્રાંતિ,વૈજ્ઞાનિક શોધ કે નિર્માણ એ જે તે મનુષ્યના હ્રદય માં આવેલા સકારાત્મક વિચારો ને જ આભારી છે. મિત્રો મારો કેવાનો ભાવાર્થ એ છે. આપણે આપણો વિકાસ કરવો હોય તો આપણે આપણા સમાજમાં હકારત્મક વૈચારિક ક્રાંતિ લાવવી પડશે.... અને એ માટે આટલા મુદ્દાઓનો વ્યક્તિગત અને સામૂહિક અમલ કરવોજ રહ્યો........

 

૧). સમાજના અમુક વર્ગમાંથી સંકુચિત વિચારો દૂર કરો (Remove Narrow-Minded  Thoughts)

          આદરણીય મિત્રો,જ્યાં સુધી આપણે પોતાની જાતને સમાજને નિમ્ન કક્ષાની ગણના માંથી બહાર નહીં લાવીએ ત્યાં સુધી આપણો સામાજિક ઉદ્ધાર નહીં થાય…..ઉચ્ચ વિચારધારા માટે આર્થિક રીતે સધ્ધર હોવું જરૂરી નથી ., જો તમારામાં સકાત્મક વૈચારિક સદ્ધરતા  હશે તો તમને લોકો સામેથી પૂછતાં આવશે. અને આ મરો અનુભવ છે. 

        મારા મત મુજબ  ‘’ દુનિયાનો દુઃખી મનુષ્ય એ છે કે જેને બીજાની (કે બીજાના સમાજની) સલાહ લઈ જીવવું પડે છે.’’   મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મિત્રો આપણો અમુક સમાજ  એટલો  બધો સંકુચિત થઈ ગયો  છે  કે આપણને આપણા સગા ભાઈની સલાહ, સમાજના જ ભાઈની  સલાહ પર વિશ્વાસ નથી...અને એનું કારણ વડીલો અને સમાજના આગેવાનોમાં વિશ્વાસ નો અભાવ અને વહીવટનો પારદર્શીતા નો અભાવ  આપણે વૈચારિક પરાધીનતા ભોગવીએ છીએ......અને માટેજ આપણે બિચારું જીવન જીવવા મજબૂર થવું પડે છે.અને

૨). સામાજિક પાયાની એકતા   ( Social Fundamental Unity )

                         જો આપણે ઉપરના મુદ્દાને આત્મસાત કરીશું તો જ આપણે  સામાજિક પાયાની એકતા (Fundamental  Social Unity) વિષે થોડા ગણું વિચારી શકીશું. મારા વ્હાલા વડીલ મિત્રો ગણાને એવો પણ વિચાર આવતા હશે કે આ મોટો સમાજ સુધારવા નીકળી પડ્યો છે…..? લોકો શું કહેશે મિત્રો એ રહેવા દો, લોકો શું કરે છે એ પણ રહેવા દો... આપણે હવે સામાજિક એકતા માટે શું કરવું છે. એજ હવે વિચારવાનું છે. આપણે આપણાં સમાજની એકતા માટે આપણે કઈ રીતે મદદ રૂપ થઈ શકીએ એનો અમલ આજ ક્ષણ થી આપણે કરવો જ રહ્યો............................! અને કરવો જ પડશે....!

મારા વિચારો મુજબ નીચે મુજબ ની સામાજિક વિસંગતતા દૂર કરવાથી લાવી શકીએ

  • શાખ (પેટા ઓળખ) પ્રથાથી ઓળખવા દૂર કરીએ:- આપણને આપણી રાવળ જાત ઉપર જ ગર્વ હોવો જોઈએ, શાખ ઉપર નહીં, આપણો સમાજ આપણે જાતેજ વિવિધ શાખોમાં અને એ શાખાકીય અહંકાર માં વહેચી દીધો છે. હા મિત્રો આપણે એ શાખાકીય બંધનો તોડી આપણે આપણી જાતને (રાવળ દેવ કે રાવળ યોગી ) ને ઓળખીએ તોજ આપણો સમાજ એક વટવૃક્ષ સમાન બની રહેશે. ઘણા શિક્ષિત લોકોના લગ્ન સમારંભ માં આપણે જોઈએ છીએ કે રાવળ યોગી પરિવારના બદલે ગામની શાખ ઉપરથી “ ઢીકણો ’’ પરિવાર આપનું સ્વાગત કરે છે. એવું લખેલું જોઈએ છીએ, અને શિક્ષિત લોકોજ આખે આખી  Surname (અટક) બદલી પોતાની જાતને રાવળ તરીકે ઓળખાવાવમાં શરમ આવતી હોય એમ. આખે આખી અટક બદલી નાખે છે. એ શું યોગ્ય છે.          

 

  • અસ્તિત્વની ઓળખ :-  મિત્રો વડલાની ડાળો એમ કહે કે હું મોટી છું. અને તું નાની છે મારા ડાળ પર વધારે પાન અને ફળ આવે છે. અને તારી ડાળ પર ઓછા તો શું એ યોગ્ય છે.....? નહીં... એ બધીજ ડાળોએ એ વિચારવું જોઈએ કે આપણે છીએ તો તો આ વૃક્ષ ની શોભા છે. અને એ વૃક્ષના મૂળ અને થડ છે તોજ આપણું અસ્તિત્વ છે. બસ એવિજ રીતે આપણે સૌ એવા પેટા શાખાકીય અહંકાર થી દૂર થઈએ તોજ આપણે એક સાચા  રાવળ દેવ તરીકે ની ઓળખ વૈશ્વિક સમાજ સામે લાવી શકીશું.....    

 

  • સામાજિક સ્વમાન અને સમાનતા :- મિત્રો આપણો રાવળદેવ  યોગી સમાજ ના બધાજ વડીલો એ સાર્વત્રિક સામાજિક સમાનતા અપનાવવી જોઈએ....મારે નાના મોઢે મોટી વાત ના કરવી જોઈએ પણ....આપણાં સમાજના વડીલો માં એ ભાવ હજુ પણ છે કે જે પોતાના અહંકારને  પોષવા માટે સમાજના અમુક વર્ગ ને પોતાના થી દૂર રાખે છે. અને તેઓ પોતાની જાતને અને સ્વમાનને રાજકારણીઓ આગર વેચતા પણ અને જાતે વેચાતા પણ જોયા છે.                                                             અને એજ અમુક વર્ગ આવા કહેવાતા મોટા માણસોથી ડરી ને જ રહે છે. આવા જ માણસો પોતાનો આર્થિક ફાયદો રાજ-કારણીઓ પાસેથી મેળવે છે. અને આપણાં સમાજને પોતાનું સ્વમાન વેચવા મજબૂર કરે છે. આપણે સૌએ એવા સ્વમાની બનવું પડશે કે આપણે હાથ ઊંચો રાખીએ અને કાયમ માટે થોડા પૈસા માટે આપણે આપણું સ્વમાન કેમ વેચી નાખીએ......?

 

  • સામાજિક આર્થિક એકતાની જાળવણી અને સામાજિક વિશ્વાસનો વિકાસ :- મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો સમાજ હજુ જોઈએ એટલી આર્થિક ઉન્નતી કરી શક્યો નથી. થોડા ગણા શિક્ષણ ના કારણે જીવન પદ્ધતિ માં ફેરફાર આવ્યો છે. પણ હજુ આપણે વિચરતી વિમુક્ત જાતિના મુદ્દા ને વળગી જ રહ્યા છીએ ભલે આપણે એ મુદ્દાને ના છોડીએ પણ એ મુદ્દાથી પોતાની જાતને નબળી પણ ના બનવીએ. માતાજીના રથ ફેરવી માત્ર પૈસા ભેગા કરવાથી કે સંગઠન અને મંડળોના પ્રચાર માત્રથી સમાજનો બૌધિક વિકાસ ક્યારેય નહીં થાય  આપણે સંગઠનો, મંડળો કે ટ્રસ્ટો બનાવીએ પરંતુ એને વ્યક્તિગત નામના મેળવવાનું માધ્યમ ના બાનવતાં સમાજના શૈક્ષણિક અને આર્થિક ઉન્નતિ તથા બૌધિક વિકાસનું માધ્યમ બનાવીએ ....અને આવું કેમ બન્યું એ બાબતે આપણે સૌએ ગંભીર રીતે વિચારવું જ પડશે અને સમાજની આર્થિક ઉન્નતિ માટે દરેક રીતે વૈચારિક રીતે,શૈક્ષણિક રીતે અને આપણી નૈતિક ફરજ સમજી ને આપણે સૌએ એક-બીજાની જરૂરિયાતો સમજીને આપણાં સમાજના વિકાસ માટે આપણે આપણાં જ બંધનો અને અવરોધો માંથી બહાર આવી એક એવા સામાજિક સહવાસીય વાતાવરણ ની સ્થાપના કરવી પડશે કે જેથી આપણા સમાજનો દરેક માણસ આપણા સમાજના દરેક માણસને પોતાનો સમજે અને દરેક માણસ એક બીજા પર વિશ્વાસ રાખે અને એ દરેક માણસ એ વિશ્વાસ પોતાન જીવના જોખમે પણ અંત સુધી નિભાવે.... તમે જે પણ માણસના હાથમાં તમારા ગામનું, તાલુકાનું  કે જીલ્લાનું  નેતૃત્વ આપો  એનામાં સમત્વ અને સમભાવની ભાવના હોવી જોઈએ સમાજે એના પર વિશ્વાસ રાખવો  અને એ નેતૃત્વ કરનાર માણસ પણ એ વિશ્વાસ કાયમ માટે જાળવી રાખે.........અને એ આગેવાની કરનાર દરેક માણસ પોતાના વિકાસ કાર્યો નો હિસાબ અને આર્થિક ખર્ચનો હિસાબ સમાજને આપે તોજ તમે સામાજિક વિશ્વાસની સ્થાપના સમાજમાં કરી શકશો.....   

ભૂલ ચૂક લેવીદેવી આભાર સહ

સમગ્ર સાબરકાંઠા જીલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ સંલગ્ન

SK યુવા સંગઠન સાબરકાંઠા વતી    

Jagdish M Raval

( Pharmacist - AYUSH Govt. Of Gujarat)

6/69 ચેહરકૃપા સોસાયટી  બ્રહમાણીનગર , મહેતાપુરા, હિંમતનગર-38300

૭૯૯૦૫ ૩૪૪૭૦

:- 7990534470

  • Facebook Social Icon
  • Twitter Social Icon
  • Google+ Social Icon

Copyright © Yogi Art

Developed And Designed By 

Jagdish M Raval, Brahmaninagar,Mahetapura

Contact   7990534470 / 9427695024  

  • whatsapp_PNG4
  • Facebook Social Icon
  • Twitter Social Icon
  • Google+ Social Icon
  • YouTube Social  Icon
bottom of page