
SK યુવા સંગઠન એ
સાબરકાંઠા જિલ્લા રાવળ યોગી ઉત્તેજક મંડળ સંલગ્ન
એ સાબરકાંઠા જિલ્લાનું યુવાનોની સંમતિથી બનાવેલ સંગઠન છે .


સંગઠન નો હેતુ
આ સંગઠન માં આપણાં સમાજનો કોઈ પણ યુવાન જોડાઈ શકે છે .
આ સંગઠનનો કોઈ પ્રમુખ નથી કે નથી કોઈ નેતા દરેક યુવાનોનો સહિયારો સાથ અને સહકાર સાથે સમાજના વિકાસમાં સહભાગી થવું એજ અમારો ધ્યેય ......
સાબરકાંઠા ના રાવળ યોગી સમાજના શિક્ષિત યુવાનોનું દરેક ગ્રામ્ય લેવલનું એક સંગઠન બનાવવું અને ત્યારબાદ તાલુકા લેવલનું અને જિલ્લાનું એક સંગઠન ઊભું કરી... સમાજમાં વિભક્ત થયેલા કુટુંબોને એક કરવાં તેમજ,
શિક્ષણને લગતી પ્રોત્સાહક પ્રવૃતિઓ અને પરીક્ષા લક્ષી ક્લાસીસ નું આયોજન કરવું
SK.યુવા સંગઠનની પ્રવૃતિ
૧. સામાજિક એકતાની જાળવણી
૨. શિક્ષણ ને લગતી તમામ પ્રવૃતિઓ
૩. સમાજના શિક્ષિત બાળકો માટે પ્રોત્સાહક કાર્યક્રમનુ આયોજન.
૪. વ્યાસન મુક્તિ અને આરોગ્ય વિષયક કાર્યક્રમ.
૫. સમાજના લોકોનો ઊભી થતી બ્લડની જરૂરિયાત પૂરી કરવાં આયોજન
૬.બાળ લગ્ન વિવાહ અને કન્યા કેળવણી માટે સમાજમાં સમજણ આપવી
૭. છૂટા છેડા ના થાય એ માટે સકારાત્મક કાર્યક્રમના આયોજન
૮. શિક્ષિત યુવાનો માટે વ્યવસાઈ લક્ષી માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવું
૯. સમાજના સમહુ લગ્ન જેવા પ્રસંગને મદદ કરવી
સાબરકાંઠા રાવળ યોગી સમાજની પ્રવૃતિઓની માહિતી





સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની સાબરવલ્લી રાવળ યોગી યુવા સંગઠન માટે ની પ્રથમ મિટિંગ સંજોગોવસાત આ સંગઠન ની રચના ના થતાં અમારે SkYuva સંગઠન ની રચના કરવી પડી









પ્રાંતિજ તાલુકા રાવળ યોગી સમાજ તથા તાલુકા
રાવળ યોગી વિકાસ મંડળ આયોજિત
તેજસ્વી તારલા ઈનામ વિતરણ કાર્યક્રમ
