top of page

      अमरवल्लरी અમર વેલ Cuscuta reflexa amaravallari

AMARbel01.jpg

अमरवल्लरी અમર વેલ Cuscuta reflexa amaravallari

Amarbel is a parasite plant on various herbs and shrubs.

It is widely grown in Indian sub continent on hosts like Babool, Ber, Ficus etc. Its botanical name is Cuscuta reflexa of family Convolvulaceae. It has no leaves and no roots. Its a holoparasite and depends completely on host for food and water.

It has no leaves and no roots. Its a holoparasite and depends completely on host for food and water.

 આ અમરવેલ ટાલ , ગઠિયો વા , સાંધા ના દર્દ , બવાસીર , ઈજા , બાળક ની ઊંચાઈ વધારવા , દ્રષ્ટિ ની ખામી જેવી બિમારીઓ મા લાભદાયક નિવડે છે.

 

આ વેલ મુખ્યત્વે ઝાડ ની ડાળખીઓ મા વીંટળાયેલી જોવા મળે છે. તે એકદમ લીલા કલર ની હોય છે. આ વેલ સંપુર્ણ ભારત દેશ મા પ્રાપ્ત થાય છે.

જુદા-જુદા પ્રાંત મા આ વેલ ને અલગ-અલગ નામ થી ઓળખવામા આવે છે.

જેમ કે આકાશબલ્લી ,

રસબેળ , ડોડાર , અંધબેલ , આલોક-લતા , સ્વર્ણ-લત્તા , અમર-વેલ , આકસબેલ વગેરે.

 

આ વેલ ઝાડ ના મુળીયા તેમજ તેમની ડાળખીઓ મા થી ઉદ્દભવે છે.

તેને જમીન સાથે કઈ લાગતુ વળગતુ નથી. આ વેલ ને તમે કોઈ ડાળખી પર મુકી દો તો તે ત્યા પણ વિકસવા લાગે છે.

આ વેલ ઝાડ ની ડાળખીઓ ના રસ પર નિર્ભર હોય છે. આ વેલ નો નાતો જમીન સાથે ન હોવા ને લીધે તેને આકાશવેલ કહેવામા આવે છે. આ વેલ એકદમ લીલા કલર અથવા તો પીળા કલર ની હોય છે. આ વેલ આયુર્વેદ મા ખુબ જ અગત્યનુ સ્થાન ધરાવે છે. તેનાથી અનેક પ્રકાર ના લાભ થાય છે તેના વિશે ચર્ચા કરીએ.

ટાલ/ગંજાપણું/Dandruf/ઉંદરી 

જ્યારે વ્યક્તિ ને ગંજાપણુ આવે ત્યારે અમરવેલ ૩૦ ગ્રામ લઈ તેને કુટી લો અને

તલ ના ઓઈલ મા મિક્સ કરી માથા મા નાખો. આમ કરવા થી વાળ ખરતા અટકશે

તેમજ નવા વાળ આવશે. ઉપરાંત તેના રોજીંદા વપરાશ થી ટોલા તેમજ ખોળો પણ દુર થાય છે.

સંધિવાત 

અમરવેલ ને વાટી ને એક પેસ્ટ તૈયાર કરી લો. અને આ પેસ્ટ ને સાંધા ના દર્દ તથા ગઠિયા વા ની જગ્યા પર ચોપડી પાટો બાંધો. આમ કરવા થી તુરંત જ સોજા મા રાહત મળે છે.

મસા/ભગંધર 

બવાસીર ના દર્દ મા અમરવેલ ના ૨૦ મી.લી રસ ને ૫ ગ્રામ જીરા ના ભુક્કા તથા ૪ ગ્રામ તજ ના ભુક્કા ને પાણી મા નાખી તેનુ ત્રણેય ટાણા સેવન કરવા થી બવાસીર મા રાહત રહે છે.

જુના હરસ એટલે કે ભગંદર ને અંગેજી ભાષા મા ફિસ્ટુલા નામ થી ઓળખવા મા આવે છે.

જો તેની સમયસર સારવાર ન થાય તો તે કેન્સર મા પરીણમે છે. આ કેન્સર ને રીક્ટમ કેન્સર તરીકે ઓળખવા મા આવે છે. જેના થી વ્યક્તિ નુ મૃત્યુ પણ થઈ શકે છે. અનિયમીત અને અયોગ્ય આહાર ને લીધે મળાશય ના આજુબાજુ ના અંગો મા આ બિમારી જોવા મળે છે. જે વ્યક્તિ ને રોજ બહાર નુ ખાવા ની આદત હોય તે વ્યક્તિ આ બિમારીઓ નો ભોગ બને છે. બને ત્યા સુધી બહાર નુ આરોગવા નુ ટાળવુ.

bottom of page